બંધ કરો

ફરીયાદ નિવારણ શાખા

સમગ્ર જિલ્લાની તમામ સરકારી કચેરીઓની કામગીરીને અનુલક્ષીને આવતી ફરીયાદોનો યોગ્ય સમયમાં તાલુકા તથા જિલ્લા કક્ષાએ નિકાલ કરવાની કામગીરી આ શાખા દ્વારામાં આવે છે.

રાજ્ય સ્વાગત:

  • આ કાર્યક્રમ દર મહિનાના ચોથા ગુરુવારે યોજાય છે. આ કાર્યક્રમમાં વિડિયો કોન્ફરન્સ દ્વારા માન. મુખ્યમંત્રીશ્રી, દરેક અરજદારને વ્યક્તિગત રીતે સાંભળે છે અને તેઓની સમસ્યાઓ ઉકેલવા કલેક્ટરશ્રીને સુચના પાઠવે છે.

જિલ્લા સ્વાગત:

  • આ કાર્યક્રમ દર મહિનાના ચોથા ગુરુવારે યોજાય છે. આ કાર્યક્રમમાં કલેક્ટરશ્રી, દરેક અરજદારને વ્યક્તિગત રીતે સાંભળે છે અને તેઓની સમસ્યાઓ ઉકેલવા સંબંધિત અધિકારીશ્રીને સુચના પાઠવે છે.

તાલુકા સ્વાગત:

  • આ કાર્યક્રમ દર મહિનાના ચોથા બુધવારે યોજાય છે. આ કાર્યક્રમમાં મામલતદારશ્રી, દરેક અરજદારને વ્યક્તિગત રીતે સાંભળે છે અને તેઓની સમસ્યાઓ ઉકેલવા સંબંધિત અધિકારીશ્રીને સુચના પાઠવે છે.

ગ્રામ સ્વાગત:

  • તાલુકા સ્વાગતની જેમ જ આ કાર્યક્રમ દર મહિનાના ચોથા બુધવારે યોજાય છે. આ કાર્યક્રમમાં મામલતદારશ્રી, દરેક અરજદારને વ્યક્તિગત રીતે સાંભળે છે અને તેઓની સમસ્યાઓ ઉકેલવા સંબંધિત અધિકારીશ્રીને સુચના પાઠવે છે.

ઓનલાઇન લોક ફરીયાદ:

  • મુખ્યમંત્રી કાર્યાલયથી આવેલ લોકફરીયાદની ટપાલને આ શાખા સંબંધિત કચેરીને ફરીયાદના નિકાલ માટે મોકલી આપે છે.

 

સરનામું: જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, મોરબી.