બંધ કરો

કેવી રીતે પહોંચવું

વિમાન દ્વારા

મોરબી સુધી પહોંચવા માટેનું સૌથી નજીકનું એરપોર્ટ રાજકોટમાં લગભગ 67 કિ.મી. દૂર અને અમદાવાદમાં 247 કિ.મી. દૂર છે. રાજકોટ અને અમદાવાદ ઘણી ફ્લાઇટો દ્ગારા ગુજરાત અને દેશના મોટા શહેરો સાથે જોડાયેલ છે.

ટ્રેન દ્વારા

મોરબીથી નજીકનું રેલવે સ્ટેશન વાંકાનેર માં છે, જે મોરબીથી માત્ર 27 કિ.મી. દૂર આવેલું છે. રાજકોટ જતી કોઈ પણ ટ્રેન માટે વાંકાનેર મુખ્ય સ્ટેશનોમાંનું એક છે. તેથી તમે વાંકાનેર સ્ટેશન પર ઉતરી શકો છો.વાંકાનેરથી મોરબી સુધી સ્થાનિક ટ્રેન સરળતાથી ઉપલબ્ધ છે.

માર્ગ દ્વારા

મોરબી એક સારા માર્ગ નેટવર્ક મારફતે સમગ્ર દેશ સાથે જોડાયેલો છે. શહેરને જોડતા નેશનલ અને સ્ટેટ હાઇવેનો પણ સારો નેટવર્ક છે. મોરબીને 8-એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ દ્વારા જોડવામાં આવે છે. ગુજરાતના તમામ મોટા શહેરોમાંથી મોરબી સુધી પહોંચવા માટે રાજ્ય પરિવહન (એસટી) કોર્પોરેશન અને ખાનગી વોલ્વો એસી બસો સહિત વિવિધ બસ સેવાઓ ઉપલબ્ધ છે.

રાજકોટથી, તમે સરળતાથી ટેક્સી / કેબ ભાડે રાખી શકો છો. તમે મોરબીમાં તમારા રોકાણ દરમિયાન ટેક્સીનો ઉપયોગ કરી શકો છો અને એકવાર તમારુ કામ પૂર્ણ થઈ ગયા બાદ રાજકોટ પાછા આવી શકો છો.