બંધ કરો

વહીવટી શાખા

વહીવટી શાખા એ જિલ્લા કલેક્ટર કચેરીની એક કડીરૂપ શાખા છે. જિલ્લા કક્ષાએ મહેસૂલી અધિકારીશ્રીઓની માસિક બેઠકના આયોજનમાં વહીવટી શાખા મુખ્ય ભૂમિકા નિભાવે છે. ગરીબ કલ્યાણમેળા, આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો જેવા કાર્યક્રમોના સંકલનમાં વહીવટી શાખા મુખ્ય ભૂમિકા નિભાવે છે. જનસામાન્યને સ્પર્શતા અન્ય મહત્વના પ્રશ્નોનું નિરાકરણ વહીવટી શાખા દ્વારા કરવામાં આવે છે.

મુખ્ય કામગીરી:

  • ગરીબ કલ્યાણ મેળાના સંકલનની કામગીરી
  • જિલ્લા કક્ષાએ મહેસૂલી અધિકારીશ્રીઓની માસિક બેઠકના આયોજનની કામગીરી
  • પ્રાંતઅધિકારીશ્રીઓ અને મામલતદારશ્રીઓની માસિક ડાયરી પર રીમાર્ક્સ આપવાની કામગીરી
  • સ્વર્ણિમ સ્વાંત: સુખાય પ્રોજેક્ટની લગતી કામગીરી
  • તુમાર સેન્સસ
  • માહિતિ અધિકાર અધિનિયમ 2005 ને લગતી કામગીરી
  • તાલુકા જનસેવા કેન્દ્રના મોનિટરિંગની કામગીરી
  • દરીયાઇ વસ્તી ગણતરીની કામગીરી
  • મહેસૂલ તપાસણી પંચ (આર.આઇ.સી.) પત્રકો તૈયાર કરવાની કામગીરી

 

સરનામું: જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, મોરબી.