બંધ કરો

પ્રાંત ઓફીસ

જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯ ની કલમ ૯ અને ૧૦ અન્વયે પ્રાંત અધિકારી જમીન મહેસૂલ વહીવટને લગતી કામગીરી અંગે સત્તાઓ ભોગવે છે તેમજ પ્રાંત અધિકારી હોદૃાની રૂએ “સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ” ની સત્તા ધારણ કરે છે. પ્રાંત અધિકારી તેમના નિયંત્રણ હેઠળની તાબાની કચેરીઓના તાલુકા સંકલન અધિકારી તરીકે, તેમજ રાજય સરકારની અન્ય કચેરીઓના કામકાજ અને વ્યવસ્થા ઉપર અંકુશ ધરાવે છે. વધુમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના કામકાજ ઉપર દેખરેખ તથા પંચાયતોને તબદીલ કરાયેલ મહેસૂલી કામગીરી ઉપર દેખરેખ રાખે છે. લોકસભાના મદદનીશ ચુંટણી અધિકારી, વિધાનસભાના ચુંટણી અધિકારી તરીકે ફરજ બજાવે છે. પ્રાંત અધિકારી મતદાર નોંધણી અધિકારી તરીકે તેમજ સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં ચુંટણી અધિકારી તરીકે ફરજ બજાવે છે.

પ્રાંત અધિકારીની મૂળભૂત મહેસૂલી કામગીરી માટે સરકારશ્રીએ લક્ષ્યાંકો / ધોરણો ઠરાવેલા છે જે આ પ્રમાણે છે.

પ્રાંત અધિકારીશ્રી દ્વારા હાથ ધરવામાં આવતી કામગીરી:

  • બિનખેતી આકાર, જમીન મહેસુલ, શિક્ષાણ ઉપકર, શરતભંગ તથા સરકારી પડતર જમીનના નિકાલ કરી રાજય સરકારની આવક વધારવી.
  • સ્ટેમ્પ ડયુટી વસુલાત, આકારણી, નોંધણી બાબતે સરિયતા દાખવી આવક વધારવી.
  • હોટલ પરવાના, વીડીયો, કેબલ ટી.વી., થિયેટરો અને હોટલ તપાસણી, મનોરંજન કર વસુલાત બાબતે સક્રિયતા દાખવી આવક વધારવી
  • ખનિજને લગતી કામગીરી, ગેરકાયદેસર ઉત્ખનન અટકાવવા, રોયલ્ટી વધારવા પ્રયાસો કરવા
  • વેચાણવેરા અધિનિયમ હેઠળ ગેરરીતી અટકાવવા, આવક વધારવા, કરચોરી અટકાવવી.
  • જાહેર વિતરણ વ્યવસ્થા સંગીન બનાવવામાં પી.બી.એમ. કેસો અને રેશનકાર્ડના કેસો, અંત્યોદય યોજનાના અમલીકરણમાં સક્રિયતા દાખવવી
  • શહેરી વિસ્તારના પ્રશ્નોના ઉકેલ અને નગરપાલિકા વહીવટ પર નિયમન કરવું
  • બાળ કલ્યાણ અને સમાજ સુરક્ષાા, વિધવા સહાય અને નિરાધાર વૃધ્ધોને સહાય આપવાની યોજનાનો અમલ કરવો
  • ગ્રામ સભામાં રજૂ થયેલ પ્રશ્નોના નિકાલમાં અને પંચાયતને સુપરત થયેલ મહેસુલી પ્રવૃતિઓ માટે અસરકારક ભૂમિકા ભજવવી.
  • ઈ-ગવર્નન્સ હેઠળ તાલીમ, સીવીક સેન્ટર, લોક દરબારમાં રજૂ થયેલ પ્રશ્નો, નાગરિક અધિકારપત્રનો સાચા અર્થમાં અમલ થાય તે જોવું
  • સરકારશ્રીના નિયત ધોરણ મુજબ ક્ષેત્રીય કામગીરી બજાવવી
  • સબ ડિવીઝન કક્ષાએ તાબાની કચેરીઓ તથા મહેસુલી રેકર્ડની અસરકારક ચકાસણી કરવી
  • સીટી સર્વે હેઠળની કામગીરી પર નિયંત્રણ રાખવું
  • દબાણ, સરકારી લહેણાંની વસુલાત, બિનખેતી શરતભંગ, બિનખેતી આકારનીવસૂલાત, હકકપત્રક નોંધોના નિકાલની કામગીરી ઝુંબેશના રૂપમાં પૂર્ણ કરવી
  • ગણોત વહીવટ, જમીન સંપાદન પ્રક્રિયા બાબતે સકિ્રયતા દાખવવી
  • તુમારો તથા લોકોની અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ થાય તે જોવું
  • ઈ-ધરા, લેન્ડ રેકર્ડ કોમ્પ્યુટરાઈઝેશન, રેવન્યુ પ્રમોલગેશન બાબતે કાર્યદક્ષાતાથી ફરજ બજાવવી.
  • ડીઝાસ્ટર મેનેજમેન્ટ અને પુન:વસવાટ અંગે સતર્કતા દાખવવી

 

ક્રમ પ્રાંત ઓફિસ ફોન નં. ઇમેઇલ

વાંકાનેર

૦૨૮૨૮-૨૨૨૬૯૦ sdm-wankaner-raj[at]gujarat[dot]gov[dot]in

હળવદ

૦૨૭૫૮-૨૪૧૧૧૪ prant[dot]halvad[at]gmail[dot]com

મોરબી

૦૨૮૨૨-૨૪૨૩૦૦ sdm-morbi-raj[at]gujarat[dot]gov[dot]in